મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ પતિ લાંચ લેતાં ઝડપાયા

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની લાંચ લેવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. લોકો સરકારી કામ કરાવવા

વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ પતિ લાંચ લેતાં ઝડપાયા

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની લાંચ લેવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. લોકો સરકારી કામ કરાવવા ધક્કા ખાઈને થાકી જાય પરંતુ કામ ઝડપી થતું નથી. લોકોના કામ ઝડપી કરાવી આપવા માટે આવા અધિકારીઓ લાંચની માગણી કરતા હોય છે. આવી જ કંઈક ઘટના સાબરકાંઠા જિલ્લાના વડાલીના ધરોદ ગામે બની છે. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ સરપંચ પતિ લાંચ લેતાં ઝડપાયા છે. 

વડાલીના ધરોદ ગામે બાંધકામ રજા ચિઠ્ઠી બાબતે રૂપિયા 16 હજારની લાંચ માંગી હતી. ACBએ છટકું ગોઠવી સરપંચ પતિની મિલિભગત સાથે ડેપ્યુટી સરપંચને લાંચ લેતાં ઝડપ્યા હતા. સરપંચ પતિ સહિત ડેપ્યુટી સરપંચ ACB ના હાથ લાગતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. 

જણાવી દઈએ કે ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઇ બધાભાઇ તરાળ ACB ના સકંજામાં ઝડપાયા છે જ્યારે સરપંચ પતિ દશરથભાઇ હમીરભાઇ બામણીયા નાસી છૂટવામાં સફળ થયા છે. સાબરકાંઠા જિલ્લામાં વધતા લાંચના કેસોને લઈ જિલ્લા વહિવટી તંત્ર સામે પણ સવાલો ઉઠયા છે. અગાઉ પણ જિલ્લાનાં બહુમાળી ભવન સહિત અનેક સ્થળો પર  ACB ટ્રેપ થઈ ચૂકી છે.

લાંચ માંગનાર આરોપી 

આરોપી:
(૧) લક્ષ્મણભાઇ બધાભાઇ તરાળ, ઉપ સરપંચ, ધરોદ ગ્રામ પંચાયત, તા.વડાલી, જી.સાબરકાંઠા, તથા (૨) દશરથભાઇ હમીરભાઇ બામણીયા, પ્રજાજન (ધરોદ સરપંચ ના પતિ) તા.વડાલી જી.સાબરકાંઠા  બંને જણાએ મળીને લાંચની 16 હજાર રૂપિયા રકમ માગી હતી. આ રકમ તેમણે સ્વીકારી પણ હતી. 

આ સમાચાર શેર કરો