મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાઓને લઈને સુરતમાં AAPની પદયાત્રા, મુખ્યમંત્રી મૌન તોડે તેવા બતાવ્યા પોસ્ટર

દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્યએ જધન્ય કૃત્ય કર્યું

ગુજરાતમાં વધતી દુષ્કર્મની ઘટનાઓને લઈને સુરતમાં AAPની પદયાત્રા, મુખ્યમંત્રી મૌન તોડે તેવા બતાવ્યા પોસ્ટર

દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્યએ જધન્ય કૃત્ય કર્યું અને તેની નિર્મમ હત્યા થયાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીના આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઇ.પી.મિશન સ્કૂલ થી મુગલીસરા સુરત મનપા કચેરી ખાતે ગયાં હતાં. 

હ્રદયદ્રાવક ઘટનાઓ ઘટી-વિપક્ષ નેતા

માસૂમ બાળકીના આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રા બાદ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા જણાવ્યું કે, આજે ગુજરાતની અંદર જે પ્રમાણે ઘટનાઓ થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. ખાસ કરીને મહિલા પોતે સુરક્ષિત અનુભવી રહી નથી. નાની બાળકથી ઉપર જે પ્રકારે દાહોદમાં ઘટના બની અને સુરેન્દ્રનગરમાં પણ ઘટના બની છે તેનાથી હૃદય દ્રવ્ય ઉઠ્યું છે. 

ગૃહમંત્રીના રાજીનામાની માગ

હું સ્પષ્ટપણે માંગણી કરું છું કે, રાજ્ય ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. તેમજ મુખ્યમંત્રી જે મૌન બનીને બેઠા છે તેમણે પોતાનું નિવેદન આપવું જોઈએ. અન્ય રાજ્યમાં થતી ઘટના વખતે તો ભાજપના નેતાઓ ખૂબ હંગામો મચાવી દે છે, પરંતુ જ્યારે આજે નાની બાળકી સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે. હત્યા થઈ રહી છે, ત્યારે કેમ મૌન બેઠા છે તેવા સવાલો પાયલ સાકરીયાએ ઉઠાવ્યા હતાં.

આ સમાચાર શેર કરો