છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના ફોર્મમાં ભાજપે ઉઠાવ્યો વાંધો, AAPના નેતાઓએ કહ્યુ- ડરેલા અભણ નેતા અમને ક્યાંય હરાવી નહીં શકે
ગુજરાતમાં નગરપાલિકા સહિતની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હાલ ફો

ગુજરાતમાં નગરપાલિકા સહિતની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હાલ ફોર્મ ભરાઈ ગયા છે. ઉમેદવારોના ફોર્મની ચકાસણી ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં ભાજપે વાંધો આપ્યો છે. જેથી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાધિકા રાઠવા ભાજપ સરકારે નેતાઓ મંતબુદ્ધીના છે તેમ કહ્યું છે. ભાજપના નેતાઓ ભણેલા નથી અને નગરપાલિકામાં અમારા ફોર્મ રદ્દ કરાવવા માટે મેદાને પડ્યા છે.
આ પણ વાંચોઃ લ્યો બોલો! ગુજરાતની આ શાળામાં બે શિક્ષક પણ વિદ્યાર્થી એકેય નહીં...
ઉમેદવારોને નિશાન ફાળવાયા
નગરપાલિકાની ચૂંટણીમાં અમારા ઉમેદવારોથી ભાજપને ડર લાગે છે. જેના માટે વાંધો લીધો હતો. પરંતુ, અમારા ફોર્મ માન્ય રખાયા છે. ભાજપના તમામ ઉમેદવારોને હરાવી દઈશું તેવો હુંકાર કર્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકામાં 142 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. એક ઉમેદવારના ફોર્મમાં ભૂલ હોવાથી તેને રદ્દ કરવાંમાં આવ્યું છે. હાલ તમામ ઉમેદવારોને નિશાન ફાળવી દેવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે.






