મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગૃહ વિભાગની ગંભીર બેદરકારી, AAP નેતા ગોપાલ ઇટાલીયાએ પોલીસમાંથી રાજીનામું આપ્યું છતાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે અનેક પોલીસ કર્મી

ગૃહ વિભાગની ગંભીર બેદરકારી, AAP નેતા ગોપાલ ઇટાલીયાએ પોલીસમાંથી રાજીનામું આપ્યું છતાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે અનેક પોલીસ કર્મીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે, ગૃહ વિભાગે આ દરમિયાન એક મોટો છબરડો કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને એક સમયે ગુજરાત પોલીસમાં ફરજ બજાવનારા ગોપાલ ઇટાલિયાને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયા 2015માં જ ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચુક્યા છે તેમ છતાં પણ તેમનું નામ પ્રમોશન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. 

ગોપાલ ઇટાલિયાએ કર્યો કટાક્ષ

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મામલે ગૃહમંત્રી પર કટાક્ષ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ, "આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ. વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ 2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારૂં નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું."

પોલીસ ભરતીમાં પોલંપોલ

ગુજરાતમાં પોલીસ ભરતી સહિત પ્રમોશન આપવામાં પણ પોલંપોલ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે, તેમને ફરજનું સ્થળ દર્શાવવામાં આવ્યું નહતું. 

ગોપાલ ઇટાલિયાની પોસ્ટ પર અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો

આ સમાચાર શેર કરો