મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં પણ છેલ્લી ત્રણ મોટી ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ, EC ઉપર AAPનો આક્ષેપ

બિહાર SIR નો મુદ્દો ગાજ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યોમાં ચૂંટણી ધા

ગુજરાતમાં પણ છેલ્લી ત્રણ મોટી ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ, EC ઉપર AAPનો આક્ષેપ

બિહાર SIR નો મુદ્દો ગાજ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યોમાં ચૂંટણી ધાંધલી અંગે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીપંચ ઉપર મોટા આક્ષેપ કર્યા છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લી ત્રણ મોટી ચૂંટણીઓ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે. આમ નેતાએ કહ્યું કે, રાજ્યમાં બંધારણની હત્યા થઈ રહી છે. ગુજરાતની જનતાને ધાર્મિક વાતાવરણ ઊભું કરી ધર્મની આડમાં નાગરિકોને મળેલા સમાન મતાધિકારનું હનન થયું છે.

આપ પાર્ટીએ કહ્યું કે, ગુજરાતમાં 2016માં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાટીદાર સોસાયટીઓના મત ગાયબ થયા હતા. પાટીદાર આંદોલનનો રોષ ઠારવા આ પ્રકારનું કાવતરું થયું હોવાનું કહેવાયું હતું. આ કૃત્ય ગુજરાત મોડલની વાસ્તવિકતા છે. 

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઠેર ઠેર આંદોલન થયા હતા. ફિક્સ પે OBC સમાજ આંદોલન કરતો હતો. તમામ વર્ગ આંદોલનના રસ્તે હતો. ત્યારે આપ પાર્ટીએ કહ્યું કે, અમારો આક્ષેપ છે કે ભાજપ બોગસ મતથી ચૂંટણી જીતી હતી. ચૂંટણી પંચ અમારા માગ્યા મુજબ ડિજિટલ ફોર્મેટમાં ડિટેઈલ આપે.  

2016ની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ડિઝિટલ એક્સેલ ફોર્મેટમાં યાદી આપવામાં આવે. 2017ની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ડિઝિટલ એક્સેલ ફોર્મેટમાં યાદી આપવામાં આવે તેમજ 2022માં ચૂંટણી ની પણ વિગતો આપવામાં આવે એવી માગણી કરી હતી. 

આ મુદે અગાઉ પણ અનેક વ્યાપક ફરિયાદો મળી હતી. અમે ચૂંટણી પંચને બાહેંધરી આપીએ છીએ કે, વિધાનસભા દીઠ 12 હજાર મત બોગસ શોધી આપીશું. ગુજરાતમાં ભાજપની કોઈ લોકપ્રિયતા નથી. ભાજપ રાજ્યની સૌથી તિરસ્કૃત પાર્ટી છે. હવે દરેક નાગરિકોએ નાગરિક ધર્મ નિભાવવાનો છે. અમને માગ્યા મુજબ વિગતો 7 દિવસમાં નહીં આપવામાં આવે તો અમે રજૂઆત માટે જઈશું. આ લડાઈ અમે ગામે ગામ લોકો સુધી લઈ જઈને લઈશું. અમારો સીધો આક્ષેપ છે કે ભાજપે ચોરીના અને બોગસ મતદારોના સહારે ચૂંટણીઓ જીતી છે. 

2022 માં પણ આજ બાબતનું પુનરાવર્તન થયું છે. અમે ચૂંટણી પંચને પત્ર લખી આ ત્રણેય ચૂંટણીની ડિજિટલ મતદાર યાદી અમને સોંપવામાં આવે તેવી માંગ કરી છે. એક્સલ ફોર્મેટમાં આપે. આ મેળવવા જે ખર્ચ થતો હોય એ અમે આપીશું. બોગસ મતદારો અંગે અનેક આરોપ થયા હતા, પણ ફિઝિકલ વેરિફિકેશન શક્ય નહતું. વિધાનસભા દીઠ 8 થી 12 હજાર સુધી બોગસ નોંધાયેલા મતદારો નીકળશે. મતદારોને સ્થળાન્તર કરાવવા લાંબી ચૂંટણી પ્રક્રિયા કરાય છે.  ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે. ભાજપ પ્રત્યે લોકોમાં રોષ છતાં ચૂંટણી જીતવી એ ફક્ત વોટ ચોરીથી જ શક્ય છે. હવેનો સમય ખુબ અગત્યનો છે, મતદારો આ તક ચુકે નહીં એવી અપીલ છે. 

આ સમાચાર શેર કરો