મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પાનની પિચકારી મારવા જેવી સામાન્ય બાબતે યુવકને પતાવી દેવાયો, પાંચ આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય બાબતમાં એક હત્યાની ઘટના સા

Ahmedabad news: પાનની પિચકારી મારવા જેવી સામાન્ય બાબતે યુવકને પતાવી દેવાયો, પાંચ આરોપીઓની ધરપકડ

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય બાબતમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પાન મસાલા ખાઈને પિચકારી મારવા બાબતે થયેલી બોલાચાલી હત્યામાં પરિણામી હતી, એક મહિલા સહિતના આરોપીઓએ યુવકને મોતને ઘાટ ઉતારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવકને છાતીમાં છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો 

વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરા સંકલિતનગરમાં 3 ઓગસ્ટ રવિવારે મોડી રાત્રે 19 વર્ષીય મોહમ્મદ સુફિયાન શેખ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રાત્રિના બાર વાગ્યા આસપાસ ફરિયાદી મહંમદ સફી શેખના બનેવી મહમદ હમજાએ તેમના ઘરની સામે રહેતા આરીફના ઘરે આવેલ તેમના સાઢુ અકરમ મણીયારને પાનની પિચકારી મારવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબતનું ઉપરાણું લઈને તાહિર ખલીફા અને તેના ભાઈઓ તારીક ખલીફા, અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, તબસુમ ઉર્ફે ફીરદોશ ખલીફા અને અકરમ મણિયાર તમામે ભેગા મળી ઝઘડો કર્યો હતો. જે સમયે તાહિર ખલીફા અને તારીકે એ સુફિયાનને છાતીમાં છરીથી હુમલો કરતા તેનું મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.જે બાદ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પાનની પિચકારી મારવા જેવી બાબતે જ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો કે પછી કોઈ જૂની અદાવત હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. વેજલપુર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ તપાસ શરૂ કરી છે. તેવામાં પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો