પાટણ જિલ્લાના દુદખા ગામના યુવાનને મળી રૂ 1.96 કરોડ ટેક્સ ભરવાની નોટિસ
પાટણ જિલ્લાના દુદખા ગામના યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં મજૂરીકામ

પાટણ જિલ્લાના દુદખા ગામના યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. જેમાં મજૂરીકામ કરતા યુવાનને 1.96 કરોડનો ટેક્ષ ભરવાની નોટીસ મળતા ખળભળાટ મચી ગયો છે. મજુરીકામ કરતા યુવકને કરોડોનો ટેક્ષ ભરવાની નોટીસ મળતા પરીવાર ચિંતાતુર બન્યો છે. જો કે ભોગ બનનાર યુવકના પરીવારે ગૃહવિભાગ અને ક્રાઇમબ્રાંચમાં આ બાબતે રજૂઆત કરી છે.
શું છે સમગ્ર મામલો?
પાટણ જિલ્લાના દુદખા ગામના સુનિલકુમાર બચુભાઈ સથવારા નામનો યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. થોડા દિવસ પહેલા કુરિયર દ્વારા સુનીલને એક ટપાલ મળી હતી. જેમાં 1.96 કરોડનો ટેક્ષ ભરવાની હતી. આ GST ટેક્સ નોટિસમાં અંદાજિત 11 કંપનીઓના નામ સાથેની વિગત છે જેમાં સુનિલના ડોક્યુમેન્ટ્સ સાથે ચેડાં કરી તેના નામે ફ્રોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અલગ અલગ રાજ્યોમાં 11 થી વધુ પેઢીઓના નામે કરોડોનુ ટર્ન ઓવર હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
કર્ણાટકના બેંગલુરુ GST વિભાગની નોટીસ મળતાં છેતરપિંડી સામે આવી છે. બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.






