મહેસાણામાં ઉતરાયણ પહેલા જ બાઇક પર જતા યુવકનું ગળું કપાયું, ઘટનાસ્થળે જ મોત
મહેસાણામાં ઉતરાયણ પહેલા જ એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું છે. પતંગની દોરીથ

મહેસાણામાં ઉતરાયણ પહેલા જ એક યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું છે. પતંગની દોરીથી ગળું કપાઇ જતા યુવકનું મોત થયું છે. મહેસાણાના આંબલિયાસણ બાઇક પર જતા યુવકના ગળામાં દોરી ફસાતા મોત થયું હતું.
પતંગની દોરી ગળામાં ફસાતા યુવકનું મોત
મહેસાણાના આંબલિયાસણ બ્રિજ પર ગત મોડી સાંજે અંધારામાં બાઇક પર પત્ની સાથે જતા યુવકના ગળામાં પતંગની દોરી ફસાતા મોત થયું છે. બાલીયાસણ ગામનો 25 વર્ષીય યુવક પત્ની સાથે બાઇક પર આંબલિયાસણ બ્રિજ પરથી પ્રસાર થતો હતો આ દરમિયાન તેના ગળામાં પતંગની દોરી ફસાઇ ગઇ હતી. આ દરમિયાન ઠાકોર મહેશજી પ્રતાપજી નામના યુવકનું મોત થયું હતું.
આ પણ વાંચો: દત્તક દીકરાએ ચોરીમાં પકડાતાં પિતાને ઉતાર્યા મોતને ઘાટ, 5 દિવસમાં 6 હત્યાથી સુરત બન્યું ક્રાઈમ કેપિટલ
અમદાવાદ-નડિયાદમાં પણ પતંગની દોરીથી બે લોકોના ગળા કપાયા
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ચાઇનીઝ પતંગની દોરીથી 27 વર્ષીય બાઇક સવારનું ગળું કપાતા તેનું મોત થયું હતું. આ પહેલા નડિયાદમાં પણ પતંગની દોરીથી એક યુવતીનું મોત થયું હતું. નડિયાદના વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ જતી એક્ટિવા ચાલક યુવતીનું ગળું પતંગની દોરીથી કપાઇ જતા મોત થયું હતું.






