કડી: દેવુસણાના જર્જરીત બસ સ્ટેન્ડની છત તૂટી પડતા યુવાનનું મોત, કાટમાળમાંથી મળ્યો મૃતદેહ
કડી તાલુકાના દેવુસણા ગામે મંગળવારે રાત્રે બસ સ્ટેન્ડની છત તૂટી પડતા યુવકનું

કડી તાલુકાના દેવુસણા ગામે મંગળવારે રાત્રે બસ સ્ટેન્ડની છત તૂટી પડતા યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. યુવાવનું મોત નીપજતા સાસરી પક્ષ અને પરિવારમાં શોકનો માહેલ પ્રસરી ગયો હતો. વાવોલ ગામનો યુવક સાસરીમાં ગયો હતો. ગાંધીનગરના વાવોલ ગામના બાદલભાઈ દંતાણી મંગળવારે તેની સાસરી કડી તાલુકાના દેવુસણા ગામે તેમની પત્નીને તેડવા આવ્યા હતા.
38 વર્ષનો યુવાન છુટક કામ કરીને ગુજરાન ચલાવતો
38 વર્ષનો યુવાન છુટક કામ કરીને ગુજરાન ચલાવતો હતો, અચાનક જ તેનું મોત નીપજતા પરિવાર ભારે આક્રંદમાં હતો. રાત્રિના સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાથી યુવક બસ સ્ટેન્ડની અંદર બેઠો હતો.
કાટમાળમાંથી મૃતદેહ મળ્યો
વરસાદ વધતા જર્જરીત બસ સ્ટેન્ડનની આખી છત તૂટીને નીચે પડી હતી. સવારે કાટમાળમાંથી મૃતદેહ મળ્યો હતો. પોલીસને જાણ થતાં જ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.






