મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉમરેઠ: વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પી કરી આત્મહત્યા, મૃતકના ફોનમાંથી મળ્યા ધમકી ભર્યા રેકોર્ડિંગ

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેવી ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી સા

ઉમરેઠ: વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પી કરી આત્મહત્યા, મૃતકના ફોનમાંથી મળ્યા ધમકી ભર્યા રેકોર્ડિંગ

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત હોય તેવી ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  આણંદ જિલ્લાના ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી. કડિયા કામ કરી ગુજરાન ચલાવતા પરિવારે પુત્રને ગુમાવવાનો વારો આવ્યો.

આ પણ વાંચો: VIDEO/ કમળનો કકળાટઃ 'ટિકિટ વખતે કાર્યકરોને મળવાનો સમય નહોતો, હવે ઘરે-ઘરે ભટકે છે'-ગેનીબેનના પ્રહાર

28 વર્ષના સબીરે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી

વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષના સબીરે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી. અકાળે યુવાનનું મોત થયા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વ્યાજખોરોને છોડવામાં નહીં આવેની સરકારના દાવા પોકળ સાબિત થયા હતા.

યુવાનના ફોનમાં વ્યાજખોરોના ત્રાસ અને ધમકીના રેકોર્ડિંગ મળી આવ્યા

યુવાનના ફોનમાં વ્યાજખોરોના ત્રાસ અને ધમકીના રેકોર્ડિંગ મળી આવ્યા હતા. મૃતકના પરિવારે પોલીસ તપાસ સામે સવાલ ઉઠાવ્યા હતા, અને યુવકના પરિવારે વ્યાજખોરો દબાવી રહ્યાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મૃતકના પરિવારે  કબ્રસ્તાનમાં જ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો