મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Godhra news: યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વધુ પૈસા માટે શખ્સો કરતા હતા દબાણ

રાજ્યના પંચમહાલના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે

Godhra news: યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, વધુ પૈસા માટે શખ્સો કરતા હતા દબાણ

રાજ્યના પંચમહાલના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગોધરામાં ફરી એકવાર વ્યાજખોરોના આતંકનો ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઈલ ગટગટાવ્યું હતું.

યુવાને બનાવ્યો હતો વીડિયો

આત્મહત્યાના પ્રયાસ પહેલા યુવાને વીડિયો બનાવ્યો હતો જેમાં વ્યાજખોરો સામે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. 

યુવાનની તબિયત વધુ બગાડતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો

ફિનાઈલ પીછા બાદ યુવાનની તબિયત અત્યંત બગડતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માતાની સારવાર માટે યુવાને વ્યાજખોરો પાસેથી 1.26 લાખ લીધા હતા અને તેની સામે યુવાને 5 લાખથી વધુ ચૂકવ્યા હતા.

યુવાને કંટાળીને આખરે આ પગલુ ભર્યું હતું.

માથાભારે વ્યાજખોરોએ યુવાનને સતત ત્રાસ આપ્યો હતો,અને વ્યાજખોરોએ યુવાનને વાંરવાર મારી નાખવાની ધમકીઓ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો, અને યુવાને કંટાળીને આખરે આ પગલુ ભર્યું હતું.

આ સમાચાર શેર કરો