કેશોદ: પુત્રીના સ્કોલરશીપના કાગળો લેવા ગયેલી મહિલા સાથે દુષ્કર્મ, છરીની અણીએ નરાધમે આચર્યું કુકર્મ
કેશોદના ગ્રામ્ય પંથકમાં પુત્રીના સ્કોલરશીપના કાગળો મેળવવા ગયેલી મહિલા દુષ્કર્મનો

કેશોદના ગ્રામ્ય પંથકમાં પુત્રીના સ્કોલરશીપના કાગળો મેળવવા ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી.છરીની અણીએ ગ્રામ પંચાયતમાં બેસતાં વિસીએ હોટલમાં લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.આ ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક બી. સી. ઠક્કરને તપાસ સોંપવામાં આવી છે.
પુત્રીના સ્કોલરશીપના કાગળો મેળવવા ગયેલી મહિલા દુષ્કર્મનો ભોગ
ગ્રામ પંચાયતે બેસતાં વિસીએ કાગળો પોતાની પાસે રાખી લીધા હતા. વિસીએ મહિલાને કહ્યું કે એક દિવસ બાદ કેશોદ માં તલાટી મંત્રી હાજર હોય ત્યાં આવવા જણાવ્યું હતું. મહિલા જેવી કેશોદ બસ સ્ટેશન પહોંચી તો વીસીએ નજીકમાં આવેલ ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી.
મહિલા પોતાની 14 વર્ષની સગીર દીકરી સાથે ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં પ્રવે
મહિલા પોતાની 14 વર્ષની સગીર દીકરી સાથે ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં પ્રવેશી હતી. જેવી તે 109 નંબરના રૂમમાં પ્રવેશી કે તુરંત વિસીએ દરવાજો બંધ કરી છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે માણેકવાડા ગામના વિસી વિક્રમ હમીરભાઈ વિરડા વિરૂધ્ધ પોલીસે નોંધી દુષ્કર્મ, એટ્રેસિટી, ધાક ધમકી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.






