મહુવાના કળસાર ગામે તંત્રે મકાન તોડી પાડતા મહિલાએ ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામ મામલે સરક

રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામ મામલે સરકારનું બુલડોઝર ચાલી રહ્યું છે, ડીમોલેશનની કાર્યવાહી સતત ચાલી રહી છે. ત્યારે ભાવનગરના મહુવા તાલુકામાં પણ ડીમોલિશનનું કામ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહ્યું છે. મહુવા તાલુકાના કળસાર ગામે ડીમોલેશન દરિમયાન એક મહિલાએ આત્મહત્યાની ઘટના સામે આવી છે.
બાંધકામ તોડી પાડતા મહિલાએ ઝેરી દવા ગટગટાવી
કળસાર સદભાવના હોસ્પિટલની પાસે કરવામાં આવેલા બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના પછી મહિલાએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રાથમિક માહિતી અનુસાર મહિલાની તબિયત બગડતાં તેમને મહુવાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, વધુ તબિયત લથડતાં ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.






