મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : સિહોરમાં ભારત DAP ખાતરમાંથી નીકળ્યાં પથ્થર અને કાંકરા, ખેડૂતોમાં રોષ

Bhavnagar News : ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત DAP ખાતરમાંથી પથ્થર અ

BHAVNAGAR : સિહોરમાં ભારત DAP ખાતરમાંથી નીકળ્યાં પથ્થર અને કાંકરા, ખેડૂતોમાં રોષ

Bhavnagar News : ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત DAP ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા છે. વાવણી માટે પાયાંનું ખાતર ગણાતા DAP ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 

સિહોરના ડેપોમાંથી ખરીદ્યું હતું બે બોરી ખાતર

સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂત બલભદ્રસિંહ ગોહિલે સિહોરના ડેપોમાંથી ગત 21 ડિસેમ્બરે બે બોરી ભારત DAP ખાતર ખરીદ્યું હતું. આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું. કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી. આ ઉપરાંત ખેડૂતે એ પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાક્કું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું. 

ભેલેસળવાળું ખાતર નીકળતા ખેડૂતોમાં રોષ 

ભારત DAP ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. એક બાજુ DAP ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે.

આ સમાચાર શેર કરો