મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ, 15 દિવસ પહેલા જ ચણવામાં આવી હતી દીવાલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, રાહતની

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ, 15 દિવસ પહેલા જ ચણવામાં આવી હતી દીવાલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આજે ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ થઈ હતી. મહત્ત્વની વાત એ છે કે, આ  દિવાલ 15 દિવસ પહેલા જ બનાવવામાં આવી હતી. 

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી

પી.આઇ.યુ દ્વારા આઠ નંબરના વોર્ડ પાસે દીવાલ બનાવવામાં આવી હતી. તકલાદી કામના કારણે દીવાલ ધરાશાઈ થવાની શક્યતા છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

આ સમાચાર શેર કરો