મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: કુબેરનગરમાં ત્રણ વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત, કાદવ-કિચડથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો

રાજ્યમાં લાંબા વિરામ પછી ફરીથી વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ આ વરસાદી માહોલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય

અમદાવાદ: કુબેરનગરમાં ત્રણ વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત, કાદવ-કિચડથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો

રાજ્યમાં લાંબા વિરામ પછી ફરીથી વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ આ વરસાદી માહોલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. શહેરની હોસ્પિટલો, ક્લિનિક દર્દીઓથી ઉભરાઈ પડી છે.  અમદાવાદના કુબેરનગરના રહેણાંક વિસ્તારમાં એકાદ વર્ષ અગાઉ નવી ગટરલાઈન નાંખવામાં આવી હતી. પરંતુ નબળી કામગીરીના કારણે સમસ્યા હલ થવાના બદલે લાઈન નવી હોવા છતાં ગટરનું પાણી બાહર નીકળીને નદીની માફક વહેવા લાગે છે. જેના લીધે કુબેરનગરમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે.

દૂષિત પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

દૂષિત પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ કારણે બિમારીમાં વધારો થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષની બાળકી ડેન્ગયુની ઝપેટમાં આવી હતી. ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.  સ્માર્ટસિટી અને સ્વચ્છ શહેરની ગુલબાંગોના દાવાઓ પોકળ સાબિત થયા છે.  

 તંત્રને મચ્છરના ઉપદ્રવની 26,137 ફરિયાદો મળી

વરસાદી માહોલ બાદ શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાની સાબિતી આપતી બાબત ખુદ તંત્રએ જ જાહેર કરેલી વિગતોમાં સામે આવે છે. તંત્રને મચ્છરના ઉપદ્રવની 26,137 ફરિયાદો મળી છે.

આ સમાચાર શેર કરો