મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો, દૂધઇથી 15 કિલોમીટર દૂર નોંધાયુ કેન્દ્રબિન્દુ

કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દૂધઇથ

કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો, દૂધઇથી 15 કિલોમીટર દૂર નોંધાયુ કેન્દ્રબિન્દુ

કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દૂધઇથી 15 કિલોમીટર દૂર નોંધાયુ હતું. મહત્ત્વપૂર્ણ છે કે કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

કચ્છમાં કેમ આવે છે ભૂકંપ?

કચ્છમાં ભૂકંપના આંચકાનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસ્ખલનમાં જોવા મળે છે. 

આ સમાચાર શેર કરો