મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પાટડીના શિક્ષકે ઘરકંકાસના કારણે લગાવી હતી મોતની છલાંગ, પત્ની અને સાસુ-સસરા સામે ફરિયાદ દાખલ

સુરેન્દ્રનગરના પાટડી ખાતે બજાણા ફાટક નજીક ગત રોજ ટ્રેન નીચે ઝંપલાવીને રઘુવીરસ

સુરેન્દ્રનગર: પાટડીના શિક્ષકે ઘરકંકાસના કારણે લગાવી હતી મોતની છલાંગ, પત્ની અને સાસુ-સસરા સામે ફરિયાદ દાખલ

સુરેન્દ્રનગરના પાટડી ખાતે બજાણા ફાટક નજીક ગત રોજ  ટ્રેન નીચે ઝંપલાવીને રઘુવીરસિંહ રાણા નામના શિક્ષકે આત્મહત્યા કરી હતી. પારિવારિક કારણોસર શિક્ષકે જીવન ટુંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં બે યુવકોએ આત્મહત્યા કરી હતી.

શિક્ષકે પત્ની અને સાસુ સસરાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું

સુરેન્દ્રનગરના પાટડી ગામે શિક્ષકની આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. શિક્ષકે પત્ની અને સાસુ સસરાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.બજાણા રેલવે ટ્રેક નીચે પડતું મૂકી અને શિક્ષક મનોજ પરમારે આત્મહત્યા કરી હતી.

ભૂજની પ્રાથમિક શાળાની વિધાર્થીનીઓ પર અત્યાચાર, સંચાલકોએ સાફ કરાવ્યો જાહેર માર્ગ અને સ્કૂલની દીવાલો

શિક્ષકની પત્ની અને સાસુ-સસરા સામે ગુનો દાખલ

પત્ની મિત્તલ અને સસરા રમેશ ચાવડા સાથે જ જ્યોતિ ચાવડા સામે ગુનોં દાખલ કરવામાં આવ્યો હતો. માનસિક ટોચરના કારણે શિક્ષકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ સામે કેસ દાખલ કર્યો છે, તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો