IIM આત્મહત્યા મામલો: રૂમમાં એન્ટિ હેંગિંગ ફેન હોવાથી વિદ્યાર્થીએ દરવાજાની જાળી સાથે દોરી બાંધીને કર્યો આપઘાત
IIMના હોસ્ટેલ રૂમમોમાં એન્ટી હેંગિંગ ફેન હો

IIMના હોસ્ટેલ રૂમમોમાં એન્ટી હેંગિંગ ફેન હોવાનો દાવો એક કંપનીએ કર્યો છે. જેમાં સ્પ્રિંગ હોય છે. જે પંખાના ભાગની સાથે છતની જોડે જોડાયેલી હોય છે. જે આત્મહત્યા કરતાં રોકે છે.
આત્મહત્યા વિરોધી સાધન એટલે એન્ટી હેંગિંગ ફેન
આ ડિવાઈસમાં હાજર સ્પ્રિંગ 20 કિલોથી વધુનો કોઈપણ ભાર ઉપાડી શકે છે અને તરત જ પંખાને છતથી અલગ કરીને એલાર્મ વગાડે છે, જેનાથી નજીકના લોકોને જાણ થાય છે કે કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે આત્મહત્યા વિરોધી સાધન તરીકે કામ કરે છે.
વેન્ટિલેશનની જાળી સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધો
સ્થાનિક અહેવાલ મુજબ આ બાબત વિદ્યાર્થી જાણતો હોવાનું સત્તાવાળાઓને અનુમાન છે. વિદ્યાર્થીએ રૂમના દરવાજાની ઉપર આવેલા લાકડાના વેન્ટિલેશનની જાળી સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. IIM અમદાવાદે આ મામલે નિવેદન જાહેર કર્યું છે કે અમારી સંસ્થા વિદ્યાર્થીના મોતથી ખુબજ દુ:ખી છે, અને અક્ષિતના પરિવારને તમામ સહાયતા કરવાની ખાતરી પૂરી પાડે છે.
અક્ષિત ભુખિયા તેલંગાણાનો રહેવાસી
મૃતક અક્ષિત ભુખિયા તેલંગાણાનો રહેવાસી હતો અને MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સવારથી તેની વર્તણૂંક સામાન્ય હતી. જેથી અચાનક શા માટે આત્મહત્યા કરી? તેને લઇને અન્ય સાથી વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. આ અંગે પોલીસે અંક્ષિતના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ હતી. જો કે, કોઇ સુસાઇડ નોટ મળી આવી ન હતી.






