મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરાની SSG હોસ્પિટલની મોટી બેદરકારી, ડોક્ટરને બદલે અજાણી વ્યક્તિએ લીધા દર્દીના ટાંકા

Vadodara SSG hospital : વડોદરાની SSG સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. SSG સિવિલ હોસ્પિટલનો

VIDEO : વડોદરાની SSG હોસ્પિટલની મોટી બેદરકારી, ડોક્ટરને બદલે અજાણી વ્યક્તિએ લીધા દર્દીના ટાંકા

Vadodara SSG hospital : વડોદરાની SSG સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. SSG સિવિલ હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ડોક્ટરના બદલે એક અજાણી વ્યક્તિ દર્દીના ટાંકા લેતો દેખાય છે. આ વ્યક્તિ 108 એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ વીડિયો ક્યારનો છે એ જાણી શકાયું નથી. 

આ સમગ્ર ઘટના અંગે  SSG સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે નિવેદન આપતા કહ્યું કે આ ઘટનાથી દુઃખ છે. આ વીડિયો અંગે તપાસ કરવામાં આવશે તેમજ આ અજાણી વ્યક્તિને ગ્લોવ્ઝ સહિતના સાધનો કોણે પુરા પાડ્યા તેની પણ તપાસ કરવામાં આવશે અને કસુરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો