મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ અડાજણમાં ખાલી કરી દેવાયેલા જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, બાજુની સોસાયટીના લોકોના શ્વાસ અધ્ધર

સુરત ઐતિહાસિક શહેર છે. વર્ષો જૂની બિલ્ડીંગ શહેરમાં આવેલી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં હનિપાર્ક

સુરત/ અડાજણમાં ખાલી કરી દેવાયેલા જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, બાજુની સોસાયટીના લોકોના શ્વાસ અધ્ધર

સુરત ઐતિહાસિક શહેર છે. વર્ષો જૂની બિલ્ડીંગ શહેરમાં આવેલી છે. ત્યારે અડાજણ વિસ્તારમાં હનિપાર્ક રોડ પર આવેલા જનકપુરી એપાર્ટમેન્ટ વર્ષો જૂના જર્જરીત હોવાથી ખાલી કરી દેવામાં આવ્યાં છે. જો કે, ઉતારી લેવાયા ન હોવાથી આસપાસના રહીશો માટે લટકતી તલવાર સમાન સાબિત થઈ રહ્યાં છે. ગત રાત્રે આ એપાર્ટમન્ટનો સ્બેલ ધરાશાયી થતાં બાજુની સોસાયટીના રહિશોના શ્વાસ અધ્ધર થઈ ગયાં હતાં.

જર્જરિત એપાર્ટમેન્ટમાં લોકો કરે છે વસવાટ

અડાજણ વિસ્તારમાં આવેલા 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રીના સમયે ધરાશાયી થયો હતો. સ્લેબ પડતાં બાજુની પ્રતીક્ષા રો-હાઉસ સોસાયટીના સ્થાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. જનકપુરી એપાર્ટમેન્ટ ખાલી કરવી દેવાયો છે. પરંતુ ઉતારાયો નથી. બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જર્જરિત છે. તેમાં હજુ પણ લોકો વસવાટ કરી રહ્યા છે. બાજુની સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

કોઈ યોગ્ય કાર્યવાહી નહીં-રહિશ

સ્થાનિક રહિશ અમિષા બામણિયાએ કહ્યું કે, દિવસે સ્લેબ ધરાશાયી થયો હોત તો મોટી જાનહાની થાત. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી સર્જાઈ પરંતુ આ પ્રકારની જર્જરિત ઈમારતો ઉતારી લેવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. બિલ્ડરને પણ રજૂઆત કરવા છતાં તેઓ કોઈ યોગ્ય જવાબ આપતાં નથી.

આ સમાચાર શેર કરો