સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતોની સર્જાઈ હારમાળા, 6 લોકોના કરૂણ મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6થી વધુ અકસ્માતો સર્જાયા હતા. આ અકસ્મ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6થી વધુ અકસ્માતો સર્જાયા હતા. આ અકસ્માતોમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામ પાસે બાઈકને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં એક યુવાને જીવ ખોયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 6 અકસ્માતમાં 6 લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ નજીક કાર અને બાઈક વચ્ચે જીવલેણ ટક્કર થઈ હતી જેમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરના વઢવાણમાં ટ્રકે એક યુવાનને ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કરથી યુવાનનું મોત
આ યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેનું મોત નિપજ્યું હતું. પાદરી ગામમાં ટ્રેક પર ટ્રેનની નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યું હતું.






