Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Father and son drowned while bathing in the sea

કચ્છ: તહેવાર ટાણે જ પરિવારમાં માતમ, માંડવીના દરિયામાં ન્હાવા પડેલા પિતા-પુત્રનું ડૂબવાથી મોત

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2024
લાઇવ ટીવીGoogle News
કચ્છ: તહેવાર ટાણે જ પરિવારમાં માતમ,  માંડવીના દરિયામાં ન્હાવા પડેલા પિતા-પુત્રનું ડૂબવાથી મોત

કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

App Store

પિતા-પુત્રનું ડૂબવાથી મોત

 મૃતક 37 વર્ષીય કિશન મહેશ્વરી તેમના 13 વર્ષીય પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે (ત્રીજી નવેમ્બર) ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં દરિયામાં નહાતા હતાં. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો.

આ પણ વાંચો: મોરબીમાં ભાઈબીજ બની લોહિયાળ, દંપતી વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીની કરી હત્યા

પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં

પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. તહેવાર ટાણે સર્જાયેલી આ દુ:ખદ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઇ છે.