Video: લાલકૃષ્ણ અડવાણીના 100માં જન્મદિન નિમિત્તે સોમનાથ મહાદેવ સાંનિધ્યમાં વિશેષ મહાપૂજા

સોર્સ: gstv

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના 100માં જન્મજિન નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે લાલકૃષ્ણ અડવાણી ના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે સોમનાથ સંકુલમાં વિશેષ મહાપૂજા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ અને ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો. આ વિશેષ પૂજા વિધિ દ્વારા રાષ્ટ્રની સેવા માટે સમર્પિત વ્યક્તિત્વ એવા અડવાણીજીને સોમનાથની પવિત્ર ધરતી પરથી શ્રદ્ધાંજલિ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમથી સમગ્ર સોમનાથ પરિસરમાં ભક્તિમય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત