સુરતમાં રિક્ષાચાલકના દીકરાએ A-1 ગ્રેડ મેળવી કહ્યું- CA બની પિતાનો ભાર હળવો કરીશ
પેટે પાટા બાંધીને માતા-પિતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતાં હોય છે. ત્યારે માતા-પિતાની મહેનતન

પેટે પાટા બાંધીને માતા-પિતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતાં હોય છે. ત્યારે માતા-પિતાની મહેનતની કદર કરતાં સુરતના વિદ્યાર્થીએ ધોરણ 12માં એ-વન ગ્રેડ સાથે સફળતા મેળવી છે. રિક્ષા ચલાવીને પરિવારના પાંચ સભ્યોનું ગુજરાન ચલાવનારા પિતાના પુત્રએ એ-વન ગ્રેડ મેળવીને કહ્યું કે, હવે હું સીએ બનીને પિતાએ જે મહેનત કરી છે. તેનો ભાર હળવો કરવા પ્રયાસ કરીશ.
રોજની 8 કલાક મહેનત કરી
પૂણા વિસ્તારમાં આવેલી નાલંદા વિધાલયમાં ધો -૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા રિક્ષાચાલકના પુત્ર જીજ્ઞેશ ભાવેશભાઈ ડાભીએ ૯૪.૪૩ ટકા મેળવીને એ વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. જીજ્ઞેશે કહ્યું કે, હું રોજની આઠ કલાક મહેનત કરતો હતો. શાળા દ્વારા પણ ખૂબ સારું શિક્ષણ આપવામાં આવ્યું હતું.
પિતા 3 સંતાનોને ભણાવે છે
ભાવેશ ભાઇના બીજા બે પુત્ર પણ અભ્યાસ કરે છે. જીગ્નેશ કહે છે, હવે આગળ સીએ નો અભ્યાસ કરવો છે. મારા માતા પિતાએ મારા માટે ખૂબ મહેનત કરી છે. સીએ બનીને હું એમનો બોજ હળવો કરીશ. પિતા ભાવેશભાઇ રિક્ષા ચલાવીને પત્ની અને ત્રણ સંતાનોનું ભરણ પોષણ કરે છે.








