મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને મારી ટક્કર, ASIનું ઘટનાસ્થળ પર મોત

અમદાવાદમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જયો હતો. શહેરના અનુપમ- ખોખરા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યા

અમદાવાદ: બેફામ ડમ્પર ચાલકે બાઈક સવારને મારી ટક્કર, ASIનું ઘટનાસ્થળ પર મોત

અમદાવાદમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જયો હતો. શહેરના અનુપમ- ખોખરા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એપરલ પાર્ક ચાર રસ્તા પાસે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું હતું.

 સત્યેન્દ્ર ચૌધરી CRPFમાં ASI તરીકે ફરજ બજાવતા હતાં

મૃતકની ઓળખ  સત્યેન્દ્ર ચૌધરી તરીકે થઈ છે. સત્યેન્દ્ર ચૌધરી CRPFમાં ASI તરીકે ફરજ બજાવતા હતાં. ASI સત્યેન્દ્ર ચૌધરી ડયૂટી પુરી કરી સરસપુર ઘરે જતા હતા,  તે દરમિયાન તેમને અકસ્માત સર્જાયો હતો.

પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી

સમગ્ર મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો