મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ACBની સફળ ટ્રેપ: રેલવેનો કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ ભાવનગર રેલવેના કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. જે બાદ

ACBની સફળ ટ્રેપ: રેલવેનો કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ ભાવનગર રેલવેના કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. જે બાદ ભાવનગર એસીબીને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેલવે ડીઆરએમ કચેરીમાં ઓ.એસ તરીકે ફરજ બજાવતા કાળુ દુબલે તેની ફરજ દરમિયાન ફરિયાદી પાસેથી રેલવેની હદ નજીક આવતી જમીનમાં બાંધકામ કરવા માટે એનઓસી ઈશ્યુ કરવા 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી.

જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતો નહતો. પરિણામે તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદના આધારે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. ડીઆરએમ ઓફિસની બાજુમાં આવેલ રેલવે કોમ્યુનિટી હોલની સામે રેલવે કોલોની પાસેથી રેલવેના કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. 

આ સમાચાર શેર કરો