મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો, પાવડરની આડમાં કરાતી હતી હેરાફેરી

દાહોદ જિલ્લામાંથી ફરી એક વખત ગાંજાના પોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે. ઝાલોદની આંતરરાજ

દાહોદ: ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો, પાવડરની આડમાં કરાતી હતી હેરાફેરી

દાહોદ જિલ્લામાંથી ફરી એક વખત ગાંજાના પોસ ડોડાનો જથ્થો ઝડપાયો છે. ઝાલોદની આંતરરાજ્ય ધાવડીયા ચેક પોસ્ટ પરથી લાખો રૂપિયાના ગાંજાના પોસ ડોડા ઝડપાયા છે.પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં અનેક જગ્યાએ છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના ઝાલોદની ધાવડીયા ચેક પોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી પોષ ડોડાનો મોટા પાયે જથ્થો ઝડપાયો છે.મોટા પાયે પોષડોડાનો જથ્થો મળતાં જીલ્લા પોલીસ અધીક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા સહિત જીલ્લાની પોલીસ ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ ખાતે દોડી આવી હતી.

ઝાલોદ પોલીસ દ્વારા રાત્રિ વાહન ચેકિંગ દરમિયાન ટ્રક પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકમાંથી મોટા પાયે પોષડાડનો જથ્થો મળી આવ્યો હતો. પાવડરની આડમાં પોષડોડાની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે કેટલા પ્રમાણમાં ગાંજો છે તેની ગણતરી હાથ ધરી છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 64 ટકા બાળકોને મોબાઇલનું વળગણ, એકલવાયાં બનતાં બાળકો નિરાશામાં ભરે છે આત્મઘાતી પગલાં

આ પહેલા પણ ગુજરાતમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું

આ પહેલા ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને પંચમહાલમાંથી પણ ગાંજો ઝડપાયો હતો.ગુજરાતમાં કપાસ-એરંડાનું જેવું વાવેતર થાય છે તેમ હવે નશાકારક ગાંજાનું પણ વાવેતર ઠેર ઠેર જોવા મળતા પોલીસ પણ ચોંકી ગઇ છે.પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામમાંથી ગાંજો ઝડપાયો છે. SOGની ટીમે 2.980 કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી.આ પહેલા સુરેન્દ્રનગરના ચુડાના જોબાળા ગામની કરમડ સીમમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ખેડૂતની આર્થિક પરિસ્થિતિ  નબળી બની હોવાના પગલે ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.28 કિલો ગાંજા સાથે કૂલ 2.86 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો.રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે જસદણના ખાંડા-હડમતીયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા કપાસના વાવેતરની સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા હતા.

આ સમાચાર શેર કરો