રાધનપુરમાં શરાફી સહકારી મંડળીના નિવૃત સભાસદોનો સન્માન કાર્યક્રમ યોજાયો
રાધનપુરમાં તાલુકા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળીની 62મી સાધ

રાધનપુરમાં તાલુકા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળીની 62મી સાધારણ સભા અને મંડળીના વય નિવૃત સભાસદોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ દરમિયાન 2024/25ના વાર્ષિક હિસાબો અને નફા નુકસાનનું સરવૈયુ રજૂ કરવામાં આવ્યું હતું.
રાધનપુરમાં શરાફી સહકારી મંડળીના નિવૃત સભાસદોનો સન્માન કાર્યક્રમ
25 જુલાઇએ સાંજે છ કલાકે રાધનપુર તાલુકા પંચાયત કર્મચારી શરાફી સહકારી મંડળીની 62મી સાધારણ સભા અને મંડળીના વય નિવૃત સભાસદોનો સન્માન કાર્યક્રમ રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વસરામભાઇ બી સિંધવના અધ્યક્ષસ્થાને કચ્છ લોહાણા વાગડ વાડી, રાધનપુર ખાતે યોજાયો હતો. આ દરમિયાન મંડળીના મંત્રી દશરથભાઇ ચૌધરી દ્વારા વર્ષ 2024/2025ના વાર્ષિક હિસાબો અને નફા નુકસાનનું સરવૈયુ રજૂ કરવામાં આવ્યું હતું. મંડળીના સભાસદોના કરજ ધિરાણ ઉપર 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે થાપણ ઉપરના વ્યાજ દર યથાવત જાળવી રાખવામાં આવ્યા હતા. એજન્ડા મુજબ સભાનું કામકાજ કરવામાં આવ્યું. મંડળી અને સભાસદોના હિતને ધ્યાનમાં લઇ ચેરમેન માનાભાઇ રબારી દ્વારા કેટલાક સુચારૂં સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
મંડળીના વય નિવૃત થયેલ તમામ સભાસદોને સાલ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાદેવભાઈ દેસાઈ, લાલજીભાઈ ચૌધરી, અનિલભાઈ ઠાકોર, માલાભાઈ સોલંકી, પથુભાઈ રાઠોડ, હેંગાભાઈ ભરવાડ સહિત અનેક શિક્ષક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






