કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે નવ વર્ષની વિદ્યાર્થિનીને રૂમમાં બોલાવી, શારિરીક અડપલા કર્યા
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ( ઉંમર-50) આ તાલુ

કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ( ઉંમર-50) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળાને બોલાવી
ગત તા 31 ઓગસ્ટના રોજ શનિવાર સવારની શાળા હોવાથી આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળાને બોલાવી હતી, ત્યાર બાદ રૂમના ખુણામાં લઈ જઈ શારીરિક અડપલા અને છેડતી કરી હતી.
ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવીને પરિવારને જાણ કરી
ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવીને પરિવારને જાણ કરી હતી. સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. જે બાદ પરિવારે તુંરત જ કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પુછપરછ આદરી છે. બીજી તરફ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગણી કરી રહ્યા છે.






