મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યાજખોરના ત્રાસને કારણે એક વ્યક્

છોટાઉદેપુરમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યાજખોરના ત્રાસને કારણે એક વ્યક્તિને હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. છોટાઉદેપુરમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. આમ છતાં વ્યાજખોરે પોલીસ ફરિયાદ ન કરવા માટે પરિવારને ધાક ધમકી આપી હતી. આખરે પરિવાર પાસે કોઈ ઉપાય ન બચતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં વ્યાજખોરની વારંવાર હેરાનગતિને કારણે એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. સમગ્ર મામલામાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે કે વ્યાજખોર 50,000 રૂપિયા પેટે દર મહિને 7000 રૂપિયા વ્યાજ લેતો હતો. પરિવારજનોએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપી ત્યારે વ્યાજખોરના ત્રાસની ઘટના બહાર આવી હતી. વ્યાજખોર શખ્સે પરિવારના લોકો સાથે વાત કરીને ધાક ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ થશે તો પોલીસને પૈસા આપીને છૂટી જઈશ.

આ પણ વાંચો ; જામનગર: નિવૃત કર્મચારીને શેર બજારમાં નફાની લાલચ આપી 50 લાખથી વધુ ખંખેરનાર શખ્સ ઝડપાયો

સંખેડાના નાણાં ધીરનાર વેપારીએ નાણાં આપતા પહેલા મૃતકના ચેક પણ લીધા હતા અને વ્યાજખોરે નાણાં વસૂલવા માટે ઝગડો પણ કર્યો હતો. તેમજ જાહેરમાં ગાળો બોલતા મૃતકને માઠું લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેમને વડોદરા ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે, પરિવારજનોએ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે સંખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો