મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા: વિજયનગરમાંથી કાગળ પર ચાલતી નકલી બી.એડ કોલેજ ઝડપાઇ, આ રીતે થયો ખુલાસો

ગુજરાતમાં નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકુ, નકલી હૉસ્પિટલ, નકલી સ

સાબરકાંઠા: વિજયનગરમાંથી કાગળ પર ચાલતી નકલી બી.એડ કોલેજ ઝડપાઇ, આ રીતે થયો ખુલાસો

ગુજરાતમાં નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકુ, નકલી હૉસ્પિટલ, નકલી સ્કૂલ બાદ હવે નકલી બી.એડ કોલેજ ઝડપાઇ છે. સાબરકાંઠાના વિજયનગરમાં કાગળ પર ચાલતી બી.એડ કોલેજ ઝડપાઇ છે. એક અરજીના આધાર પર ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કુલપતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી.

વિજયનગરમાંથી ઝડપાઇ નકલી બી.એડ કોલેજ

સાબરકાંઠાના વિજયનગરના કોડિયાવાડા ગામમાં કાગળ પર ચાલતી બી.એડ કોલેજ ઝડપાઇ છે. નનામી અરજીના આધારે ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે સ્થળે કોલેજ બતાવેલી તે સ્થળે કોલેજ નહીં પણ કોમ્પલેક્સ જ હતું. જે કોલેજ સ્થળ પર હતી નહીં ત્યા વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો.

એક નનામી અરજીના આધારે ઉત્તર ગુજરાતમાં યૂનિવર્સિટીના કુલપતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.સાબરકાંઠા વહીવટી તંત્ર હજુ પણ આ ઘટનાથી અજાણ હોવાનું જાણવા મળે છે. માત્ર કાગળ પર ચાલતી નકલી કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તે અંગે ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલપતિ દ્વારા મેનેજમેન્ટ કમિટીને પૂછતા મહેસાણાના જોટાસણ પાસે વીરસોડામાં જગ્યા બદલી કોલેજ શરૂ કરી હોવાનું જણાવેલું હતું. વિરસોડામાં પણ કોલેજ નહીં માત્ર બોર્ડ મારેલું નીકળતા આ સમગ્ર ઘટના સામે આવી હતી. બી.એડ કોલેજમાં અપાયેલા પ્રવેશ રદ કરવા માટે કુલપતિએ કાર્યવાહી શરૂ કરી છે.

દેશ સેવામાં સામેલ છે કોડિયાવાડા ગામ

મહત્ત્વપૂર્ણ છે કે સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલુ કોડિયાવાડા એક એવું ગામ છે જેના 70 ટકા લોકો દેશની સેવા કરી ચુક્યા છે. દેશનું કોઇ પણ સુરક્ષા દળ એવું નહીં હોય જ્યાં આ ગામનો યુવાન ફરજ બજાવતો ના હોય. દેશ સેવા કરી ચુકેલા આ ગામમાં જ કાગળ પર જ નકલી બી.એડ કોલેજ ચાલતી હોવાની વાત સામે આવતા જ કેટલાક સવાલ ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો