મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુર્ઘટના થશે તો? અમદાવાદના સંખ્યાબંધ ગેમિંગ ઝોનમાં અનેક ક્ષતિ, કેટલાકે તો પરમિશન પણ નથી લીધી

રાજકોટ ગેમઝોનમાં આગ દુર્ઘટના પછી અમદાવાદમાં પણ AMC એક્શનમાં આવ્યું છે. જોકે શહેરમાં ગેમિંગ ઝોનની

દુર્ઘટના થશે તો? અમદાવાદના સંખ્યાબંધ ગેમિંગ ઝોનમાં અનેક ક્ષતિ, કેટલાકે તો પરમિશન પણ નથી લીધી

રાજકોટ ગેમઝોનમાં આગ દુર્ઘટના પછી અમદાવાદમાં પણ AMC એક્શનમાં આવ્યું છે. જોકે શહેરમાં ગેમિંગ ઝોનની તપાસ કરતાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.  રાજ્ય સરકારના આદેશને પગલે AMCએ ત્રણ ટીમો બનાવીને 14 ગેમઝોનનું ચેકિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું છે કે મોટાભાગના ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ છે, જે જોખમી છે.

ઘણાં ગેમઝોનમાં વેન્ટિલેશન પણ નથી

આ ઉપરાંત આગ લાગે ત્યારે ધુમાડા માટે વેન્ટિલેશન જરૂરી છે. પણ ઘણાં ગેમઝોનમાં વેન્ટિલેશન પણ નથી. કેટલાક ગેમઝોનમાં ફાયર NOC જ લેવામાં આવી નથી.

 વિસ્તાર

ગેમિંગ ઝોન

ઈસ્કોન આંબલી રોડ બાઉન્સ અપ
બોપલ ફનઝોન મોલમાં
વસ્ત્રાપુર ફન સીટી આલ્ફાવન મોલ
સિંધુ ભવન રોડ શોટ્સ
સિંધુ ભવન રોડ ફન બ્લાસ્ટ
થલતેજ ગેમિંગ ઝોન પેલેડિયમ મોલ
ગુરુકુળ ગેમિંગ ઝોન હિમાલયા મોલ
ભાડજ ફન એપ ધી અલ્ટિમેટ
ગોતા ગેમિંગ ઝોન ગોકુલ હોટલ રોડ
વસ્ત્રાલ

ગેમિંગ ઝોન આર્કેડ મોલ
વસ્ત્રાલ કંકુબા મોલ
એસ.જી હાઈવે ફન બ્લાસ્ટ છારોડી પાસે

પોલીસ પરમિશન વગર ગેમ ઝોન ધમધમી રહ્યા હોવાની વિગતો ધ્યાને આવી 

પોલીસ પરમિશન વગર ગેમ ઝોન ધમધમી રહ્યા હોવાની વિગતો ધ્યાને આવી છે. એવું પણ જોવા મળ્યું છે કે ગેમઝોનમાં બોલિંહમાં ક્યાંય ઈમરજન્સી એક્ઝિટ નથી. AMCની ટીમોએ શહેરના ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોથી માંડીને પ્રવેશ અને બહાર જવા માટેની શું વ્યવસ્થા છે તેની ચકાસણી કરી હતી.

ગેમઝોનમાં ક્ષતિઓ સામે આવી 

આ ઉપરાંત ગેમ ઝોન ચલાવવા મંજૂરી લીધી છે કે કેમ તે અંગેના ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદમાં ઘણા ગેમઝોનમાં ક્ષતિઓ સામે આવી છે, અને બેરકોટોક આ ગેમઝોન ધમધમી રહ્યા છે.

આ સમાચાર શેર કરો