મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad News: સુભાષ બ્રિજને સમાંતર 250 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે, AMC સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી મહત્વની કડી સમાન અને અતિ વ્યસ્ત એવા

Ahmedabad News: સુભાષ બ્રિજને સમાંતર 250 કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે, AMC સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય

અમદાવાદ  શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતી મહત્વની કડી સમાન અને અતિ વ્યસ્ત એવા સુભાષબ્રિજને લઈને આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી છે કે, જર્જરિત થયેલા આ બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવામાં જાહેરાત કરી છે. બ્રિજની સમાંતર આજુબાજુમાં 2 નવા લેન બનશે. 9 મહિના માટે બ્રિજ બંધ રહેશે, 250 કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર થશે. 

પ્રથમ પેજમાં હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરી 38 મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝિટ આધારિત નવું સુપર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ કામગીરી માટે હયાત પિલ્લરને માઇક્રો કોન્ગ્રિડ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત કરવામાં આવશે. ફેઝ વનમાં આ કામગીરી કરી ફેઝ ટુ કામ શરૂ કરવામાં આવશે. બીજા ફેઝમાં હયાત બ્રિજની બંને બાજુ બે બે લેનના બ્રીજનું નિર્માણ કરવામાં આવશે. આ માટે ફાઉન્ડેશનથી લઈને સુપર સ્ટ્રકચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી કરવાની યોજના તૈયાર કરવામાં આવશે. બંને ફેઝની કામગીરી માટે અંદાજિત 250 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું રીસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે. રૂ 250 કરોડના ખર્ચે બન્ને બાજુ નવા 2-2 લેન બ્રિજ બનશે. 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને નવું સ્વરૂપ મળશે.

સર્વે બાદ લેવાયો નિર્ણય: AI અને જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ

બ્રિજમાં તાજેતરમાં તિરાડો પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી, જેના કારણે સલામતીના કારણોસર તેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજની ગંભીરતા તપાસવા માટે તંત્ર દ્વારા હાઈટેક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જોકે, નિષ્ણાત એજન્સીઓ દ્વારા અગાઉ અપાયેલા પ્રાથમિક અહેવાલના આધારે જ આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. 

કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવ્યા ત્રણ મહત્વના વિકલ્પો

બ્રિજ નિષ્ણાતો અને એન્જિનિયરિંગ એજન્સીઓએ કોર્પોરેશનને ત્રણ પ્રકારના ઉકેલો સૂચવ્યા હતા. પ્રથમ વિકલ્પ આખા બ્રિજને તોડીને નવો બનાવવો, બીજો વિકલ્પ નબળા સ્પાન નીચે વધારાનો પિલર ઊભો કરી ટેકો આપવો અને ત્રીજો વિકલ્પ હાલનું સ્ટ્રક્ચર હટાવી સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. નિષ્ણાતોના મતે 50 વર્ષ જૂના આ બ્રિજ માટે તેને તોડીને નવો બનાવવો એ જ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

સુભાષબ્રિજ અડધી સદી જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને હાલના સમયના ભારે ટ્રાફિકને સહન કરવા માટે સક્ષમ નથી. એજન્સીઓના રિપોર્ટ મુજબ, બ્રિજની ઉંમર પૂરી થઈ ગઈ હોવાથી તેના રીપેરીંગ પાછળ ખર્ચ કરવાને બદલે નવી ડિઝાઇન અને આધુનિક જરૂરિયાતો મુજબ વધુ પહોળો બ્રિજ બનાવવો અનિવાર્ય છે.

આ સમાચાર શેર કરો