મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં નાર્કોટિક્સની ટીમે નશીલી દવાઓનો જથ્થો સીઝ કર્યો, મધ્યપ્રદેશ સાથે છે કનેક્શન

મધ્યપ્રદેશમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓની તપાસનો રેલો અમદાવાદ અને ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો છે.

વડોદરામાં નાર્કોટિક્સની ટીમે નશીલી દવાઓનો જથ્થો સીઝ કર્યો, મધ્યપ્રદેશ સાથે છે કનેક્શન

મધ્યપ્રદેશમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓની તપાસનો રેલો અમદાવાદ અને ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પોલીસે સંયુક્ત દરોડો પાડી સીરપ તેમજ ટેબલેટ્સનો મોટો જથ્થો કબજે કરી એક વ્યક્તિની અટકાયત કરી છે. 

એમપીની કંપનીનું ગોડાઉન વડોદરાના રાવપુરા વિસ્તારમાં ઘીકાટા રોડ ઉપર આવેલું હોવાની વિગતોને પગલે એનસીબી દ્વારા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી ગઈ રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ બાદ સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમે 850 બોટલ મયકોડેન સીરપ અને ટ્રમાફેન ડી 15 હજાર 300 ટેબ્લેટનો જથ્થો સીઝ કર્યો હતા. જે નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ટીમે એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, શંકાસ્પદ નશીલી દવાઓ સાથે સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમે વડોદરાથી 1 અને અમદાવાદ અને ભાવનગરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરામાં બાતમીના આધારે સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમે ટાવર ઘીકાંટા રોડ પરની ખલોરોફિલ્સ નામની ફાર્મસી કંપનીની ઓફિસમાં સર્વે હાથ ધર્યો હતો. 

જણાવી દઈએ કે, મયકોડેન સીરપનું ઉત્પાદન કરતી મધ્યપ્રદેશની ક્લોરોફિલ્સ બાયોટેક કંપનીમાં દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને મધ્યપ્રદેશ પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો સિઝ કર્યો હતો. આ પ્રકરણની તપાસ અમદાવાદ તેમજ ભાવનગર પહોંચી હતી. જેમાં એનસીબી દ્વારા બંને શહેરોમાંથી એક એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાંથી બે દિવસ પહેલા અઢી લાખ ટેબલેટ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો