મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરના થાનમાં કરોડોનું ગેસ કૌભાંડ આવ્યું બહાર, જાણો શું છે મામલો

સુરેન્દ્રનગરના થાનમાં ગેસ કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ગેસ કંપનીની મ

સુરેન્દ્રનગરના થાનમાં કરોડોનું ગેસ કૌભાંડ આવ્યું બહાર, જાણો શું છે મામલો

સુરેન્દ્રનગરના થાનમાં ગેસ કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ગેસ કંપનીની મુખ્ય ગેસલાઈનમાં ભંગાણ કરી ગેસની ચોરી કરવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સુરેન્દ્રનગરનો થાનગઢ જિલ્લાનો સિરામીક ઉદ્યોગ આખા દેશમાં નામના ધરાવે છે. રાજ્યભરમાં અને બીજા રાજ્યોમાં પણ અહીંથી મોટા પાયે સિરામીકની પ્રોડક્ટ્સનો નિકાસ થાય છે. સિરામિક ઉદ્યોગની મોટી મોટી ફેક્ટરીઓ અહીં ધમધમે છે ત્યારે એક સીરામીક ઉદ્યોગકારે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી ગેરકાયદેસર કનેક્શનનું જોડાણ કરી કરોડો રૂપિયાના ગેસની ચોરી કરી હોવાનો ધડાકો થયો છે.

ગુજરાત ગેસ કંપનીને આ બાબતની જાણ થતા ગેસ કંપની દ્વારા 1.65 કરોડ રૂપિયાનો ગેસ વપરાશ કરીને છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં ભુપત પટેલ અને અંકિત પટેલ નામના વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે.

ભૂપત પટેલ અને અંકિત પટેલે સીરામીક ઉદ્યોગમાં વપરાશ થતા ગુજરાત ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ પાડી એ ગેસની લાઇનમાં કનેક્શન આપી છેલ્લા અનેક મહિનાઓથી લગભગ 1.65 કરોડના ગેસનો સિરામીક ઉદ્યોગમાં ઉપયોગ કરી ગેસની ચોરી કરી હોવાનું સામાન્ય તપાસમાં બહાર આવ્યું છે.

ત્યારે હજુ પણ થાનમાં આવેલા અનેક સીરામીક ઉદ્યોગમાં ગેસની મુખ્ય લાઈનમાંથી ગેસની ચોરી થઈ રહી હોવાની શંકા જતા ગુજરાત ગેસ એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો