ભાવનગર: એરપોર્ટ રોડ પર 7 શખ્સે છરીના ઘા ઝીંકી આધેડની કરી હત્યા, બે યુવાનો પર પણ કર્યો જીવલેણ હુમલો
ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળીના અહેવાલ સામે આવ્યા છે. 7 શખ્સો આધેડની હત્યા

ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળીના અહેવાલ સામે આવ્યા છે. 7 શખ્સો આધેડની હત્યા કરીને નાસી છૂટ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે શહેરના એરપોર્ટ રોડ પર આવેલ સોમનાથ રેસીડેન્સી ખાતે રહેતા યુવાન અને તેનો મિત્ર કારમાં ડીઝલ પુરાવવા માટે જતા હતા તે દરમિયાન યોગીનગર ખોડીયાર પાન સેન્ટર પાસે રોડ ઉપર સાત શખ્સ નાચ ગાન કરી થયા હતા તેવામાં યુવાને હોર્ન વગાડી દૂર જવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ ગાળો આપી કાર પર પથ્થર મારો કરી યુવાનને માર માર્યો હતો. યુવાને પિતાને ફોન કરીને બોલાવ્યા ત્યારે સાતેય શખ્સે ઘરે લઈ યુવાનના પિતાને લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોત નિપજાવી નાસી છૂટયા હતા.
એરપોર્ટ રોડ પર આવેલ સોમનાથ રેસીડેન્સી પ્લોટ નંબર ૫૫૫ ખાતે રહેતા કહાનભાઈ શિવરજભાઈ લાખણી ( ઉ.વ ૨૪ ) અને મિત્ર કિશનભાઇ કુકડીયા રાત્રે કારમાં ડિઝલ પુરાવવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે યોગીનગર ખોડીયાર પાન સેન્ટર પાસે રોડ ઉપર આવ્યા તેવામાં પ્રકાશ રાજુ ખોખર તથા ભાવેશ ઉર્ફે ભાવિન વિજયભાઈ પંડયા તથા કિશન ઉર્ફે કે .પી પરશોતમભાઈ ડગળા તથા રિતેશ ઉર્ફે ભયલુ અરવીદ ખેસ્તી તથા દેવ ઉર્ફે અગુ લાલાભાઇ ચુડાસમા તથા બે અજાણ્યા શખ્સે રોડ પર અડચણરૂપ નાચગાન કરી રહ્યા હતા. ત્યારે યુવાને કારનો હોર્ન મારી ખસી જવાનું કહેતા આ તમામ શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા, અને કાર પાસે આવીને ગાળો ભાંડી હતી, અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તમામ શખ્સો તિક્ષણ હથિયારોથી ગાડી પર હુમલો કરીને કાચની તોડફોડ કરી હતી. તેમજ કહાનભાઈને ભાવેશ ઉર્ફે ભાવીન પંડયાએ લોખંડના સળીયાથી માથાના ભાગે તથા મોઢાના ભાગે ઝીંકી ઇજા કરી હતી, દરમિયાનમાં યુવાને તેના પિતા શિવરજભાઇ લગ્ધિરભાઈ લાખાનીયને ફોન કરીને બોલાવ્યા હતા.
તમામ શખ્સોએ યુવાનના પિતાને ઘેરી લીધા હતા. તેમને ઢોર માર માર્યો અને રીતેશ ઉર્ફે ભયલુ એ છરી વડે શિવરજભાઇ પર છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.શિવરજભાઇને ગંભીર ઈજા થતાં સ્થળ પરજ મોત થયું હતું તમામ શખ્સ નાસી છૂટયા હતા આધેડના પુત્રને પણ ગંભીર ઈજા થતાં સારવારમાં સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવાને 7 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.






