મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દશેરાના દિવસે ગુજરાતમાં નવાજૂનીના એંધાણ, કમલમ કાર્યાલય ખાતે મંડપ બંધાતા જોવા મળી હલચલ 

ગુજરાતમાં દશેરાના દિવસે પદાધિકારીઓને કમલમમાં હાજર રહેવાની સૂચના મળતાં જ ગુજરાતના

દશેરાના દિવસે ગુજરાતમાં નવાજૂનીના એંધાણ, કમલમ કાર્યાલય ખાતે મંડપ બંધાતા જોવા મળી હલચલ 

ગુજરાતમાં દશેરાના દિવસે પદાધિકારીઓને કમલમમાં હાજર રહેવાની સૂચના મળતાં જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે મંડપ રોપાણ થતાં નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા સંકેત મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સીઆર પાટીલના સાથે ગુજરાત ભાજપ પ્રદેશની કમાન કોના હાથમાં સોંપાશે તેની ચર્ચાઓ થતી હતી. આજે કમલમમાં જોવા મળતા સંકેતોથી આજે દશેરાના દિવસે જ ભાજપના નવા અધ્યક્ષ મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના છેલ્લા મહિનાઓમાં ગુજરાતની મુલાકાત બાદ હવે પ્રદેશ અધ્યક્ષ મુદ્દે ચોગઠાં ગોઠવાઈ ગયા હોય તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે -2 ઓક્ટોબરે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થઈ શકે છે. મળતી માહિતી મુજબ લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવી શકે છે. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની સંભાવના છે. આજ સાંજ સુધીમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી સંભાવના છે.  

કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંગઠનમાં નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી છે. કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે નવા અધ્યક્ષ ઓબીસી ચહેરો હશે કે પાટીદાર હશે. સૌરાષ્ટ્રનું નેતૃત્ત્વ હશે કે પછી ઉત્તર ગુજરાતનું નેતૃત્ત્વ મળશે તેના ઉપર હજુ સસ્પેન્સ યથાવત છે.

આ સમાચાર શેર કરો