મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું, અમદાવાદમાં બેઠક યોજાઈ

એક તરફ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ ગુજરાતમાંથી એક પછી એક કોંગ્ર

જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું, અમદાવાદમાં બેઠક યોજાઈ

એક તરફ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ ગુજરાતમાંથી એક પછી એક કોંગ્રેસી નેતાઓ કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે.  ભરતસિંહ સહિત દિગ્ગજ નેતાઓ સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. જેના પગલે ક્યાં ઉમેદવારને ક્યાંથી મેદાનમાં ઉતારવા તેને લઈને કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે જૂનાગઢ લોકસભા બેઠક સહિત બાકીની અન્ય બેઠકો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિક્રમ માડમ, તેમજ જૂનાગઢ કોંગ્રેસના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. 

આ બેઠકમાં બાદ જૂનાગઢ લોકસભા બેઠક પર ક્યાં ઉમેદવારની ટિકિટ આપવી તેના પર મહોર લાગી શકે છે. બેઠકમાં સંભવિત ઉમેદવારમાં હીરા જોટવા, પૂજા વંશ અને ભીખા જોશીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. 

કોંગ્રેસ જૂનાગઢ સહિત સાત બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

કોંગ્રેસે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. બાકીની 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

ગુજરાતની 26 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન યોજાશે

નોંધનીય છે કે, ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે ખાલી પડેલ વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે. 

આ સમાચાર શેર કરો