સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલી એપોલો ફાર્મસીમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને સંપૂર્ણપણે રાખ
આજે ગુરુવારે સવારે સુરતના અડા

આજે ગુરુવારે સવારે સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલી એપોલો ફાર્મસીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે આગની જ્વાળાઓ બાજુમાં આવેલા ટીવીએસ ઈવીના શો-રૂમ અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે બહાર પાર્ક કરેલા આશરે 15થી વધુ વાહનો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે.
ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે પાંચ જુદા-જુદા ફાયર સ્ટેશનો પરથી ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા અને તેને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેય તરફથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ ઈજાગ્રસ્ત થયું હોવાના કે જાનહાનિના સમાચાર નથી.
ફાર્મસી તેમજ હોટેલમાં પણ ભારે નુકસાન
અડાજણ ચાર રસ્તા નજીક આવેલા એક ટીવીએસ ઇલેક્ટ્રિક વ્હીકલના શો-રૂમમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. વાહનોની બેટરીઓ અને જ્વલનશીલ સ્પેરપાર્ટ્સના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે શો-રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ આકાશી ધુમાડા અને વિકરાળ જ્વાળાઓ પાડોશમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ એક જાણીતી હોટેલ સુધી પહોંચી જતા ત્યાં પણ ભારે નુકસાન થયું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.






