મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજ APMC માર્કેટની 4 દુકાનોમાં લાગી ભીષણ આગ, વેપારીઓને થયું આર્થિક નુકસાન

કચ્છના ભુજ APMC માર્કેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા વેપારીઓમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહ

કચ્છના ભુજ APMC માર્કેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા વેપારીઓમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ યાર્ડની 4 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા અંદર રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી તેને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી હતી. ધમધમતી બજારમાં લાગેલી આ આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો