VIDEO: કચ્છ / ફિટનેસ સર્ટિફિકેટ માટે અઢી હજારની લાંચ લેતો કર્મચારી ACBની ટ્રેપમાં ઝડપાયો
કચ્છના ગાંધીનધામમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે અઢી હજાર રૂપિયાની લાંચ લેતા કર્મચારી એસીબીની ટ્રેપમાં ઝડપાઈ

કચ્છના ગાંધીનધામમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે અઢી હજાર રૂપિયાની લાંચ લેતા કર્મચારી એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયો. ગાંધીધામના મીઠીરોહરમાં આવેલા અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન પર એસીબીએ આ કાર્યવાહી કરી છે. આરોપી વિક્રમસિંહ મનદ્રુપસિંહ જાટએ મોટા વાહનના ફિટનેસ સર્ટિફિકેટ અને રીપાસિંગ માટે કાયદેસરની ઓનલાઇન ફી ઉપરાંત અઢી હજાર રૂપિયાની લાંચ માગી હતી. ખાનગી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશન પર અરજદારો પાસેથી 1 હજારથી 10 હજાર સુધીની ગેરકાયદેસર વસૂલાત થતી હોવાની માહિતી સામે આવી છે.




