રાજકોટમાં 7 કિલોથી વધુ ગાંજા સાથે શખ્સ ઝડપાયો, અમદાવાદથી જથ્થો મંગાવ્યો હોવાનો ખુલાસો
અમદાવાદ પછી હવે રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા પેડલરને પોલીસે પકડ્યા છે. રાજકોટમાં 7 કિલોથી

અમદાવાદ પછી હવે રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા પેડલરને પોલીસે પકડ્યા છે. રાજકોટમાં 7 કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસ તપાસમાં શખ્સ ગાંજાનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ
રાજકોટ SOGના ASI સમીર ભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ રવીભાઇ વિહાભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે રાજકોટ 150 ફૂટ રીંગ રોડ, પાઠક સ્કુલ પાછળ એક શખ્સ ગાંજાના જથ્થા સાથે આવવાનો છે. આ બાતમીના આધારે રાજકોટ SOGની ટીમે વોચ ગોઠવી અતીક સલીમભાઇ મેતર (ઉં.વ.30) નામના શખ્સને તેના ઘરમાંથી જ ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં શખ્સ પાસેથી 7.120 ગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 71,200 રૂપિયા જેટલી થાય છે. આ સિવાય એક મોબાઇલ ફોન, એક વજન કાંટો સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.






