મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નિકોલમાં સેલ્ફ-ડ્રાઇવ રેન્ટલ કાર લઇને યુવક ફરાર, ફરિયાદ નોંધાઇ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સેલ્ફ ડ્રાઇવ રેન્ટલ કાર લઇને એક યુવક ફરાર થઇ જતા ફરિયાદ નોંધવા

અમદાવાદ: નિકોલમાં સેલ્ફ-ડ્રાઇવ રેન્ટલ કાર લઇને યુવક ફરાર, ફરિયાદ નોંધાઇ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સેલ્ફ ડ્રાઇવ રેન્ટલ કાર લઇને એક યુવક ફરાર થઇ જતા ફરિયાદ નોંધવામાં આવી છે. યુવકને 10 દિવસ માટે ઝૂમ કાર ભાડે આપવામાં આવી હતી. જોકે, 10 દિવસ બાદ પણ યુવકે કાર પરત ના કરતા ફરિયાદ નોંધાઇ છે.

સેલ્ફડ્રાઇવ કાર લઇને યુવક ફરાર થતા નોંધાઇ ફરિયાદ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સેલ્ફ ડ્રાઇવ રેન્ટર કાર ભરત ગોસ્વામી નામના યુવકને ભાડે આપવામાં આવી હતી. ભરત ગોસ્વામીને ઝૂમ કાર દ્વારા કાર ભાડે આપવામાં આવી હતી. કાર ભાડે આપનાર યુવકે સમય પૂર્ણ થઇ ગયો હોવા છતા પણ કાર પરત કરી નહતી. 

કારને ભાડે લેનાર યુવકનો જ્યારે કાર કંપની દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે "તમારી ગાડી શેઠે બુક કરાવેલી છે અને દિલ્હી ગયા છે આવશે એટલે વાત કરાવીશું". તેવો જવાબ મળતો હતો.કાર પરત ના મળતા ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો