મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગઢડા: ઈતરીયા ગામના કુવામાં સિંહણ પડી જતા મોત

રાજ્યના ગીર ગઢડા તાલુકામાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. ગઢડા તાલુકાના ઈતરીયા ગ

ગઢડા: ઈતરીયા ગામના કુવામાં સિંહણ પડી જતા મોત

રાજ્યના ગીર ગઢડા તાલુકામાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે.  ગઢડા તાલુકાના ઈતરીયા ગામે આવેલી વાડીના કુવામાં સિંહણ પડી જતાં તેનું મોત નીપજ્યું છે.ગ્રામજનોએ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરી હતી. આ ઘટનાની જાણ થતાં ગઢડા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી.

આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહો કરી રહ્યા છે વસવાટ

મળતા અહેવાલ પ્રમાણે ઈતરીયા ગામના આ વિસ્તારમાં ત્રણ થી ચાર સિંહો વસવાટ કરી રહ્યા છે. આ પહેલા પણ સિંહ કે સિંહણના કુદરતી અને અકુદરતી મોતના અહેવાલ સતત સામે આવ્યા છે.

વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો

વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિંહણના મૃતદેહ બહાર કાઢ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો