મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરઃ 'તારા લીધે મારી પત્ની છુટાછેડા આપી રહી છે..!' કહી પાડોશીએ યુવતી પર કર્યો હુમલો

જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠી યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક

જામનગરઃ 'તારા લીધે મારી પત્ની છુટાછેડા આપી રહી છે..!' કહી પાડોશીએ યુવતી પર કર્યો હુમલો

જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠી યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સે છરી વડે હુમલો કર્યો. હુમલાખોર યુવતીને કહ્યું હતું કે, 'તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી અમારા છૂટાછેડા થઈ રહ્યા છે, જેમાં તું નિમિત બની છે.' શખ્સે યુવતીના ડોક, હાથ તથા પેટના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. આથી યુવતિને ઈજાગ્રસ્ત હાલતમાં જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જેણે ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ

જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ ગોષ્ઠિ નામની 25 વર્ષની મરાઠી યુવતી કે જેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'તેના પાડોશમાં જ રહેતો એલબો ડાડો નામનો વ્યક્તિ ઘરમાં છરી સાથે ધસી આવ્યો હતો. આ સમયે તેની સાથે આવેલા છત્રપાલસિંહ નામના વ્યક્તિએ તેને પકડી રાખી હતી, જ્યારે એલબા ડાડાએ તેના હાથમાં, પેટમાં અને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અજિતબાપુ નામના ત્રીજો શખ્સ કે જેના મકાનમાં પોતે ભાડેથી રહે છે, તેણે પણ આ લોકોને મદદ કરી હતી, અને મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, હુમલા બાદ ત્રણે ભાગી છુટ્યા હતા'.

યુવતીને હોસ્પિટલમાં કરાઈ દાખલ 

આ બનાવ બાદ સંગીતાબેનને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે, જ્યારે તેને પોતાના ઉપર છરી વડે હુમલો કરવા અંગે એલબો ડાડો, તેમજ મદદ કરવા અંગે છત્રપાલસિંહ તેમજ અજીત બાપુ સામે ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચોઃ VIDEO: અંબાજી મંદિરમાં આજે પોષી પુનમને લઈને ઉત્સાહનો માહોલ

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી એલબો ડાડો કે જેની પત્ની સાથે પોતાને ઝઘડો થયો હોવાથી અને પત્ની છુટાછેડા લેવાનું કહેતી હોવાથી પોતે સંગીતાબેન તેમાં નિમિત હોય અને તેની પત્નીને ચડામણી કરી રહી છે, તેવો આક્ષેપ કરીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસ ત્રણે આરોપીઓને શોધી રહી છે.

આ સમાચાર શેર કરો