મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધો-5માં ભણતી બાળકીને સગીર સાથે પ્રેમ થતા ઘર છોડ્યું! બાળકોને મોબાઈલ આપતા મા-બાપ ખાસ વાંચે

અરવલ્લી: આજકાલ માતા-પિતા બાળકો થોડીક મસ્તી કરે એટલે સીધું જ મોબાઈલનું વર્ગણ વરગાળી દે છે. ત્યારે અ

VIDEO: ધો-5માં ભણતી બાળકીને સગીર સાથે પ્રેમ થતા ઘર છોડ્યું! બાળકોને મોબાઈલ આપતા મા-બાપ ખાસ વાંચે

અરવલ્લી: આજકાલ માતા-પિતા બાળકો થોડીક મસ્તી કરે એટલે સીધું જ મોબાઈલનું વર્ગણ વરગાળી દે છે. ત્યારે અરવલ્લીના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેને જાણીને દરેક માતા-પિતાના પગમાં ધ્રુજારી આવી જશે. 

ધનસુરામાં પાંચમા ધોરણમાં ભણતી 10 વર્ષની બાળકી ઈન્સ્ટાગ્રામ મારફતે સગીર સાથે પ્રેમમાં પડી હતી. વાત આટલે અટકી નહીં જે સગીર સાથે તેને પ્રેમ થયો હતો તેણે આ બાળકીનું અપહરણ પણ કરાવી લીધું હતું. જો કે મામલો ધનસુરા પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગણતરીના કલાકોમાં ભોગ બનનાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને શોધી કાઢ્યા હતા. આ ઘટના વિશે ખબર પડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

આ પણ વાંચોઃ અમરેલી 'લેટરકાંડ'/ કાર્યવાહીથી લઈ ડેમેજ કંટ્રોલ સુધી, યુવતીના બંધારણીય અધિકારોના હનનનો હિસાબ કોણ આપશે?

31 ડિસેમ્બરે અપહરણ કરાવ્યું 

મળતી માહિતી પ્રમાણે શ્રમજીવી પરિવારની 10 વર્ષની દીકરીએ ઘરમાં એન્ડ્રોઈડ ફોનમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. જેના પર નજીકના ગામમાં રહેતા સગીર સાથે પરિચયમાં આવી. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધની શરુઆત થઈ. અને 31 ડિસેમ્બરના રોજ સગીર પ્રેમીએ કોઈ ત્રાહિત કિશોરી મારફતે ગામમાંથી જ અપહરણ કરાવી લીધું હતું. ત્યાર બાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં ભોગ બનનાર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને શોધી કાઢ્યા હતા. હાલ તેને મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફ્ટી હોમ ખાતે મોકલી આપવામા આવ્યા છે. 

સગીર સામે નોંધાયો અપહરણ અને દુષ્કર્મનો ગુનો

બંનેને પરત લાવ્યા બાદ તેઓના મેડિકલ ચેકઅપ કરાવતા જાણ થઈ કે, સગીરે બાળકી પર દુષ્કર્મ પણ આચર્યું હતું. બંનેના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ બાળકીને માતા-પિતા પાસે પરત મોકલી દેવામાં આવી છે અને સગીર સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયો છે.

આ સમાચાર શેર કરો