જામનગરમાં એક ટોળકીએ અંગત અદાવતમાં ચાંપી આગ, આખું ઘર બળીને રાખ
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ઉતરી હોય તેમ વર્તાઈ રહ્યુ છે. જામનગર શહેરમાં હનુમાન ચોક વિસ્તાર

જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ઉતરી હોય તેમ વર્તાઈ રહ્યુ છે. જામનગર શહેરમાં હનુમાન ચોક વિસ્તારમાં પંદરથી વીસ શખ્સોના ટોળાએ એક મકાનમાં આગ ચાંપી હાહાકાર મચાવ્યો હતો. જુની કોઈ અંગત અદાવતને કારણે આ પ્રકારનું કૃત્ય ઘડવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
આ પણ વાંચો : રાજકોટ: લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીની હત્યા મામલે કોળી સમાજના ધરણા, કરી આ માંગણી
હજુ બે દિવસ પૂર્વે તારમામદ સોસાયટીમાં એક મહિલાને બંધક બનાવીને લાખોની લૂંટને અંજામ અપાયો હતો ત્યાં બીજા દિવસે આ પ્રકારના બનાવથી જમનગરવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. આગ લગાડવાની આ ઘટનામાં સંપૂર્ણ મકાનની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.




