મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદથી મુંબઇ જતી અકાશા એર સહિત 14 ફ્લાઇટને મળી બોમ્બની ધમકી

દેશમાં ફરી એક વખત વધુ 14 ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે. અમદાવાદથી મુંબઇ જતી અકાશા એર સહિત

અમદાવાદથી મુંબઇ જતી અકાશા એર સહિત 14 ફ્લાઇટને મળી બોમ્બની ધમકી

દેશમાં ફરી એક વખત વધુ 14 ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે. અમદાવાદથી મુંબઇ જતી અકાશા એર સહિત 14 ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે. અત્યાર સુધી 70થી વધુ ફ્લાઇટને બોમ્બની ધમકી મળી ચુકી છે.

અકાશા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "20 ઓક્ટોબરના રોજ ઓપરેટ થતી અકાશા એર ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે. અમદાવાદથી મુંબઇ માટે ઉડતી QP1102, દિલ્હીથી ગોવા વચ્ચે ઉડતી QP1378, મુંબઇથી બાગડોગરા વચ્ચે ઉડતી QP1385 સહિતની ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે. 

ફ્લાઇટને સતત મળી રહી છે બોમ્બની ધમકી

આ અઠવાડિયે આશરે 70થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS)એ એરલાઇનના CEO અને પ્રતિનિધિઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું જેથી જલદી આ સમસ્યાનું સમાધાન કાઢી શકાય.

શનિવારે પણ 30થી વધુ ફ્લાઇટને મળી હતી ધમકી

શનિવારે સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની 30થી વધુ ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી જેમાં સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ફેક બોમ્બ ધમકીની ઘટનાઓને રોકવા માટે કડક નિયમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નિયમ હેઠળ ગુનેગારને નો-ફ્લાય લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો