પાલનપુર: પાંચ વર્ષનું બાળક રમતા રમતા કારમાં લોક થઈ ગયું, ગૂંગળાઇ જતા મોત
રાજ્યના પાલનપુરમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડી

રાજ્યના પાલનપુરમાંથી દુખદ અહેવાલ સામે આવ્યા છે. પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાયો હતો.
બાળકે ઘણો પ્રયાસ કરતા પણ કારનો દરવાજો ખુલ્યો
પાંચ વર્ષનો નિક્ષીક દવે ઘરની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું કારમાં બેસી ગયો હતો. બાળકે કારને રમતા રમતા અંદરથી લોક કરી દીધી હતી. બાળકે ઘણો પ્રયાસ કરતા પણ કારનો દરવાજો ખુલ્યો નહતો.
બાળક મૃતહાલતમાં કારમાંથી મળી આવ્યો
જ્યારે બાળક કોઈ જગ્યાએ ના દેખાતા માતા સહિત આસપાસના લોકોએ તેની શોધખોળ આદરી હતી. શોધખોળ કરતાં બાળક મૃતહાલતમાં કારમાંથી મળી આવ્યો હતો. બાળકના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.






